Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાખો ઉમેદવારો ના સપના ની જેમ ફૂટેલા પેપરના પણ ટુકડે ટુકડા કરી દેવાયા !

રાજ્યમાં જુનિયર ક્લાર્ક પેપર લિકની ઘટના પ્રકાશમાં આવતા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી જેના કારણે વર્ષો થી સરકારી નોકરીની આસ સેવીને બેઠેલા ઉમેદવારોના સપના ચકનાચૂર થઈ ગયા હતા.જુનિયર ક્લાર્ક પેપર લિક કૌભાંડીઓની કાળી કરતૂત ખુલ્લી પડીગુજરાત ATS દ્વારા પેપર લિક મામલે મોટી કાર્યવાહી કરાતા કૌભાંડીઓની કાળી કરતૂત ખુલ્લી પડી ગઈ છે.ગુજરાત ATS દ્વારા સમગ
લાખો ઉમેદવારો ના સપના ની જેમ ફૂટેલા પેપરના પણ ટુકડે ટુકડા કરી દેવાયા
રાજ્યમાં જુનિયર ક્લાર્ક પેપર લિકની ઘટના પ્રકાશમાં આવતા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી જેના કારણે વર્ષો થી સરકારી નોકરીની આસ સેવીને બેઠેલા ઉમેદવારોના સપના ચકનાચૂર થઈ ગયા હતા.
જુનિયર ક્લાર્ક પેપર લિક કૌભાંડીઓની કાળી કરતૂત ખુલ્લી પડી
ગુજરાત ATS દ્વારા પેપર લિક મામલે મોટી કાર્યવાહી કરાતા કૌભાંડીઓની કાળી કરતૂત ખુલ્લી પડી ગઈ છે.ગુજરાત ATS દ્વારા સમગ્ર મામલે 19 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.મૂળ બિહાર નો વતની અને વર્ષો થી વડોદરા સ્થાયી થયેલો ભાસ્કર ચૌધરી આ પેપર લિક કાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.ATS દ્વારા હૈદરાબાદ ની પ્રેસ માંથી પેપર ચોરી કરનાર થી માંડી વડોદરા માં ખરીદનાર સહિત આ કોભાંડ સાથે સંકળાયેલા તમામ આરોપીઓ નીધરપકડ કરવામાં આવી છે.
જેતે સમયે પેપર લિક થયા નો ઘટસ્પોટ થતાં રાજ્યભર માં યોજાનાર જુનિયર ક્લાર્ક ની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી ત્યાર બાદ ઉમેદવારો જે પેપર પર પોતાનું ભવિષ્ય લખવાના હતા એ નક્કામા બની ગયેલા પેપરને સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસ નિગરાની હેઠળ રાખવામાં આવ્યા હતા.
સાહિત્ય સ્ટ્રોંગ રૂમમાં સિલ કરીને રાખવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ અન્ય જિલ્લા માંથી મોટી માત્રામાં ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે પોહોચ્યા હતા ત્યારે પરીક્ષા અચાનક રદ્દ થતાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સરદાર વિનય સ્કૂલ ખાતે પરીક્ષાને લગતું તમામ સાહિત્ય સ્ટ્રોંગ રૂમમાં સિલ કરીને રાખવામાં આવ્યું હતું.
સાહિત્યના ટુકડેટુકડા કરી દેવામાં આવ્યા હતા.
ત્યારે આજરોજ સરકારનો આદેશ મળતાની સાથે જ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવેલ જુનિયર ક્લાર્કના પેપર, આંસર કી અને હાજરી પત્રક સહિતના સાહિત્યનો નાશ કરવામાં આવ્યો હતો.વડોદરા શહેરમાં કુલ 36000 જેટલા ઉમેદવારો રાજ્ય સરકાર દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા ત્યારે ઓટોમેટિક કટર મશીનમાં આ તમામ સાહિત્ય ઉમેદવારોના ભવિષ્યની જેમાં વેરવિખેર થઈ ગયું હતું.આ સાહિત્યનો દુરુપયોગન થાય તે માટે તમામ સાહિત્યના ટુકડેટુકડા કરી દેવામાં આવ્યા હતા.

આ પ્રક્રિયામાં 15 થી વધુ કર્મચારીઓ જોતરાયા હતા.
જ્યારે પણ પેપર લિક કાંડ જેવી કોઈ ગંભીર પ્રકારની ઘટના બને ત્યારે તેને લગતા તમામ સાહિત્ય નો સરકારી ધારાધોરણ અને નિયમ મુજબ નાશ કરવાની એક વિશેષ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.જેથી જ સરકારી ધારાધોરણ મુજબ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પોલીસની હાજરીમાં પરીક્ષા ને લગતા તમામ સાહિત્યનો નાશ કરાયો હતો.આ પ્રક્રિયામાં 15 થી વધુ કર્મચારીઓ જોતરાયા હતા.તો સાથે જ 5 થી વધુ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ની હાજરી તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.